સમયની જ વાતો (ગઝલ)

ગઝલમાં જે નીકળી હ્રદયની જ વાતો-

હતી એ અસલમાં પ્રલયની જ વાતો.

 

ગુજરતાં ડરું છું હવે એ સ્થળોથી-

કરી આપણે જ્યાં ઉભયની જ વાતો.

 

વિરહમાં દશા દુર્દશા થઈ ગઈ છે,

હવે હું કરું છું સમયની જ વાતો.

 

સુરા ભાન મારું  ન છિનવી શકે છે!

પીને પણ કરું છું વિનયની જ વાતો.

 

હું હાર્યો છું દિલ તે નથી કોઈ જોતું,

બધે થઈ રહી છે વિજયની જ વાતો! 

 

‘જલાલ’ આ ગઝલમાં બીજું તો હતું શું?

કરી છે તમે બસ, પ્રણયની જ વાતો. (૨૦૦૨)

                     (‘ખૅરિયત’ પાનઃ ૧૧૮)

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

One Response to સમયની જ વાતો (ગઝલ)

  1. nikunj કહે છે:

    vaah prabhu vaah

    tame to rang rakhyo 6..

    keep it up.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s