નીકળ્યા (ગઝલ)

દોસ્ત-દુશ્મન એ બધાયે એકસરખા નીકળ્યા,

જિન્દગી, તારાં બધાંયે રૂપ વરવાં નીકળ્યાં.

 

જેમને ખાતર મેં મારું  રક્ત પણ પાણી કર્યું-

એ બધા સાથે મળી મુજને કનડવા નીકળ્યા.

 

કે બધાની સાથે-સાથે એય બદલાઈ ગયાં-

પ્રેમમાં જ્યારે અમે દુનિયા બદલવા નીકળ્યા.

 

રોજ પગપાળા હતા પણ આજનો આ વટ તો જો!

દોસ્તોની ખાંધ પર આજે રખડવા નીકળ્યા.

 

પ્રેમની તો દોસ્ત, એ દિવસ ગજબની જીત થઈ-

સૂર જ્યારે પ્રેમના ક્રૂસે લટકવા નીકળ્યા.

 

અન્યને પણ જો ગમે તો એ ખુશી મારી ‘જલાલ’,

     બાકી, મારા શેર તો તમને જ ગમવા નીકળ્યા.    (૧૯૯૮)

                                            (‘ખૅરિયત’ પાનઃ ૭૧)

 

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

2 Responses to નીકળ્યા (ગઝલ)

  1. vivek tank કહે છે:

    શુ રજુઆત છે….. ક્ય શબ્દો આપુ આને…… જલાલ સાહેબ

  2. m.n.chauhan કહે છે:

    જેમને ખાતર મેં મારું રક્ત પણ પાણી કર્યું-
    એ બધા સાથે મળી મુજને કનડવા નીકળ્યા.
    most I.M.P

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s