સ્વર્ગને ત્યજી (ગઝલ)

બદલાઈ ગઈ છે દોસ્ત, હવે આપણી ડગર,

ક્યાં કોણ જઈને પહોંચશે, અલ્લાહને ખબર.

 

હોય શરાબ કે પછી હો આપની નજર,

મસ્તક ઉ૫ર રહે છે સદા કેફની અસર.

 

તારા સદન ભણી જ કદમ કેમ જાય છે?

લાગે છે તારું ઘર છે, હશે એ જ મારું ઘર.

 

ડામરના માર્ગની નીચે છે બાળપણ દફન,

બનતું રહ્યં છે ગામ વતનનું મહાનગર.

 

અહીં આવવા મથે છે બધા સ્વર્ગને ત્યજી-

ચાલ્યા ગયા છે લોક જે તમને મળ્યા વગર.

 

પાંચેક શેરમાં જ ગઝલ પૂર્ણ થાય છે.

              કેવી ‘જલાલ’ લાગણી આવે છે માપસર!  (૨૦૦૦)

 

-જલાલ મસ્તાન ‘જલાલ’

‘ખૅરિયત’માં પાનઃ ૯૯

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

3 Responses to સ્વર્ગને ત્યજી (ગઝલ)

 1. Chirag Patel કહે છે:

  સરસ લખો છો. હ્રદયસ્પર્શી અને મર્મસ્પર્શી.

 2. sunil shah કહે છે:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું ભાવભીનું સ્વાગત છે. બધી ગઝલો પર નજર નાંખી ગયો. મઝા આવી. બસ આમ જ નવી ગઝલો મુકતાં રહો. શુભેચ્છાઓ.

 3. jayeshupadhyaya કહે છે:

  અહીં આવવા મથે છે બધા સ્વર્ગને ત્યજી-

  ચાલ્યા ગયા છે લોક જે તમને મળ્યા વગર.
  સરસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s