Monthly Archives: જુલાઇ 2008

નીકળ્યા (ગઝલ)

દોસ્ત-દુશ્મન એ બધાયે એકસરખા નીકળ્યા, જિન્દગી, તારાં બધાંયે રૂપ વરવાં નીકળ્યાં.   જેમને ખાતર મેં મારું  રક્ત પણ પાણી કર્યું- એ બધા સાથે મળી મુજને કનડવા નીકળ્યા.   કે બધાની સાથે-સાથે એય બદલાઈ ગયાં- પ્રેમમાં જ્યારે અમે દુનિયા બદલવા નીકળ્યા.   … Continue reading

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

સમયની જ વાતો (ગઝલ)

ગઝલમાં જે નીકળી હ્રદયની જ વાતો- હતી એ અસલમાં પ્રલયની જ વાતો.   ગુજરતાં ડરું છું હવે એ સ્થળોથી- કરી આપણે જ્યાં ઉભયની જ વાતો.   વિરહમાં દશા દુર્દશા થઈ ગઈ છે, હવે હું કરું છું સમયની જ વાતો.   … Continue reading

Posted in ગઝલ | 1 ટીકા

(હઝલ) પત્રકારની ગઝલ

દોસ્ત, છોડી દે હવે તું અખબાર! છોડ સમાચાર ને સમાચારના વિચાર.   દુ:ખ પડે છે તો શરૂ કર ‘દુ:ખ-કટાર’, સુગ્ય વાચકના કપાળે કર પ્રહાર.   શી વલે થાશે જીવનની એ વિચાર- જ્યાં પગાર છે આપનો એક જ હજાર!                                    (ક્રમશઃ)

Posted in હઝલ | Leave a comment

(ગઝલ) ચૂલો

અંધારામાં બળતો ચૂલો, ખૂણામાં ખળભળતો ચૂલો.   જે પણ ઢાળમાં ઢાળો એને- ફટ્ટ દઈને ઢળતો ચૂલો.   શિયાળામાં ઘરનાં સૌને- એક સ્થળે સાંકળતો ચૂલો.   ખૂબ ધીમેથી બોલીએ પણ- તોય બધું સાંભળતો ચૂલો!   મારી માનાં ડૂસકાં જોઈને- ધીમાં ડૂસકાં … Continue reading

Posted in ગઝલ | 1 ટીકા

(ગઝલ) જિન્દગી

જાણે કોની બદદુઆનું ઘર બની ગઈ જિન્દગી! ફૂલ જેવો હું અને પથ્થર બની ગઈ જિન્દગી.   પણ મળ્યાં જો આપ તો સુન્દર બની ગઈ જિન્દગી, લોકની ઈર્ષ્યા સમું મંઝર બની ગઈ જિન્દગી!   શી રીતે શીખતાં હશે પંખીનાં બચ્ચાં ઊડવું? … Continue reading

Posted in ગઝલ | Leave a comment

ખબર હતી (ગઝલ)

હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી, એની સુવાસની જ ગઝલ પર અસર હતી.   પટકાઈ હું પડ્યો છું, મગર એ પડી નથી, શ્રધ્ધા અડગ રહી કે જે ઈશ્વર ઉપર હતી.   આવું ન તારી પાસમાં તો ક્યાં જઉં કહે? સાકી, … Continue reading

Posted in ગઝલ | Leave a comment

ગઝલ સજદા

ચારેતરફ જેને સજદા, ચારેતરફ જેને વંદન!- રહે છે સદા એ જ ઓઝલ, દેતો નથી એ જ દર્શન!   ક્યાંથી હું પહોંચું કિનારે, ક્યાંથી મળે મુજને મંઝિલ? પાણી ડુબાડે કિનારે, રસ્તા જ જ્યાં થાય દુશ્મન!   સાચી મુહોબ્બતમાં કાયમ જીરવી શક્યો નહિ … Continue reading

Posted in ગઝલ | Leave a comment