ભટકતો કરી દીધો (ગઝલ)

એક ઇશ્કની દિશાએ ભટકતો કરી દીધો,

દુર્ભાગ્ય-દુર્દશાએ ભટકતો કરી દીધો.

 

સરજી જહાન આંખથી ઓઝલ રહી ગયો,

ઇન્સાનને ખુદાએ ભટકતો કરી દીધો.

 

ભટકી ગયા છે કંઈક વફાઓ કરી-કરી,

મુજને તો બેવફાએ ભટકતો કરી દીધો.

 

એક તો સુરાને માટે ભટકવું ૫ડ્યું હતું,

પીધા ૫છી નશાએ ભટકતો કરી દીધો.

 

જન્નતમાં ભૂલ-ચૂક થઈ ગઈ હશે કશી,

ધરતી ઉ૫ર સજાએ ભટકતો કરી દીધો.

 

હસતું વદન નિહાળ્યું અને વાત થઈ ગઈ,

એક મામૂલી ગુનાએ ભટકતો કરી દીધો.

 

રાહઝન કે રાહબર હું હવે દોષ કોને દઉં?

જે-જે મળ્યા બધાએ ભટકતો કરી દીધો.

 

એક શેર અહીં ‘જલાલ’ બીજો શેર હોય ત્યાં!

આ કાવ્યની કલાએ ભટકતો કરી દીધો.

 

(‘ખૅરિયત’ પાનઃ ૧૪૩)

-જલાલ મસ્તાન ‘જલાલ’

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

9 Responses to ભટકતો કરી દીધો (ગઝલ)

 1. વિવેક ટેલર કહે છે:

  પરંપરાની ઉર્દૂપ્રચુર શબ્દ જડિત ગઝલની સુંદર તસ્વીર…

 2. jalal mastan 'jalal' કહે છે:

  આભાર. મારી ગઝલને ‘સુન્દર’ કહેવા બદલ આભાર.

  જલાલ મસ્તાન ‘જલાલ’

  ૯૮૭૯૧ ૯૭૬૮૬

  (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)

 3. Naraj કહે છે:

  wah Jalan sab …………..exellent…….
  aarpar utari gaya…………….tamam sher………

 4. rohit babariya કહે છે:

  wah !!! wah !!!!

  Jalal Mastan ‘ Jalal ‘ Congratulstions

  web duniya ma Tamara agman thi gazal no navo surya ugyo che …

  khub agal vadho avi j amari prathna…

 5. patel brijesh કહે છે:

  mane tamari gazal bahu pasand aavii
  jalaji tamari gazal diloma gha pahochade che

 6. M.N.CHAUHAN કહે છે:

  એક ઇશ્કની દિશાએ ભટકતો કરી દીધો,

  દુર્ભાગ્ય-દુર્દશાએ ભટકતો કરી દીધો.

 7. jenis chauhan કહે છે:

  rapchik prakash kaka rapchik jabar lakhyu 6 ho…

 8. jenis chauhan કહે છે:

  wah… prakash kaka wah…

 9. Siddharajsinh chavda કહે છે:

  Gajab 6 ho prakashbhai :)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s