ન થઈ શકે (ગઝલ)

 

સાહસ અગર ન થાય તો સિધ્ધિ ન થઈ શકે,

ભગવાનથી ક્રુપા કંઈ અમસ્તી ન થઈ શકે.

છે દોસ્તી ને પ્રેમ બધી દિલની બાબતો,

લાંબી ટકે નહીં જો એ મરજી ન થઈ શકે.

દુખ તો હુકમ ખુદાનો, હવે ભોગવી જ લો!

એમાં ફરી વિચારવા અરજી ન થઈ શકે.

ચહેરાને વાંચવાનો ઘણો ભ્રમ છે લોકને,

અંદરનો ખ્યાલ દોસ્ત, ઉ૫રથી ન થઈ શકે.

દિલનું બયાન છે કે લડાઈ નથી ગઝલ!

સૈનિકની જેમ શેરની ભરતી ન થઈ શકે.

નીચેના જેવી કોઈ વ્યવસ્થા ઉ૫ર નથી!

જહન્નમમાંથી જન્નત ભણી બદલી ન થઈ શકે.

એવી ‘જલાલ’ વેદના અમને મળી હતી-

કે જે ગઝલના ફનથીયે હળવી ન થઈ શકે!

(લખ્યા તા. ૬ ઑગસ્ટ, ૨૦૦૫, શનિવાર, અમદાવાદ.)

               જલાલ મસ્તાન ‘જલાલ’

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s