એ મા હશે (ગઝલ)

જે તને જોઈને ૫ળ૫ળ જીવશે એ મા હશે,

                                                    ને તને ૫ળ૫ળ હ્રદયમાં રાખશે એ મા હશે.

જે ભીનું ખુદનું બિછાનું રાખશે એ મા હશે,

ને સૂકું તારી નીચે જે મૂકશે એ મા હશે.

માનથી-સન્માનથી દુનિયા તને બોલાવશે,

૫ણ કહી ‘બેટા’ તને પોકારશે એ મા હશે.

આટલા અભ્યાસમાં ૫ણ રહી જઈશ નાદાન તું,

સત્ય સઘળાં પ્રેમથી સમજાવશે એ મા હશે.

આ જગત ૫ળમાં ભુલાઈ જાય છે અહીંયાં ‘જલાલ’,

યાદ કોઈ તોય હરદમ આવશે એ મા હશે.

(‘ખૅરિયત’ પાનઃ ૧૫૦)

-જલાલ મસ્તાન ‘જલાલ’

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

2 Responses to એ મા હશે (ગઝલ)

 1. razia786 કહે છે:

  ઘણી સુંદર ગઝલ..હું લખીશ કે….

  જઇશ થાકી તું દુ:ખો થી ઓ જગત ના માનવી !
  વારે ઘડીએ શ્વાસ માં સંભારશે એ માં હશે.

 2. jenis chauhan કહે છે:

  अगर रख सको तो एक निशानी हूँ मैं, खो दो तो सिर्फ एक कहानी हूँ मैं , रोक
  पाए न जिसको ये सारी दुनिया, वोह एक बूँद आँख का पानी हूँ मैं….. सबको
  प्यार देने की आदत है हमें, अपनी अलग पहचान बनाने की आदत है हमे, कितना भी
  गहरा जख्म दे कोई, उतना ही ज्यादा मुस्कराने की आदत है हमें… इस अजनबी
  दुनिया में अकेला ख्वाब हूँ मैं, सवालो से खफा छोटा सा जवाब हूँ मैं, जो
  समझ न सके मुझे, उनके लिए “कौन” जो समझ गए उनके लिए खुली किताब हूँ मैं,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s