દીવાન પોતે (ગઝલ)

થઈ જશો એના ઉ૫ર કુરબાન પોતે-
જોઈ લેશો ખુદની જો મુસ્કાન પોતે.

ચહેરા ૫રનો તલ હશે દરવાન પોતે!
ખૂબ રાખે છે તમારું ધ્યાન પોતે.

સ્વર્ગમાં ભાગી ગયો ભગવાન પોતે-
જ્યાં પ્રભુ બનવા ગયો ઇન્સાન પોતે.

તે છતાં નાદાનિયત એણે જ કીધી,
દરઅસલ તો હું હતો નાદાન પોતે.

યા ખુદા, એવી દશા જોજે ન દેતો!
ફૂંકવા લાગે ચૂલો મહેમાન પોતે.

હું નહીં ૫ણ બોલશે દીવાન પોતે-
છે ‘જલાલ’ પોતે અને ‘મસ્તાન’ પોતે!

(‘ખૅરિયત’ પાનઃ ૧૦૪)
-જલાલ મસ્તાન ‘જલાલ’

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s