Monthly Archives: જૂન 2008

ઊડવાની ઘડી (ગઝલ)

સૌની પાસે છે સૌના ચહેરાઓ, તોય ૫હેરે છે નકલી મહોરાઓ.   ચાલવાનું ચરણ તમારે છે! ચાલવાના નથી જ નકશાઓ.   હું જ ૫ડ્તો નથી નજરમાં કદી, ને તને જોઈ રહી છે દુનિયાઓ.   એક અલ્લાહ છેક રહેવાનો, લોક સરજી શકે … Continue reading

Posted in ગઝલ | 4 ટિપ્પણીઓ

ભટકતો કરી દીધો (ગઝલ)

એક ઇશ્કની દિશાએ ભટકતો કરી દીધો, દુર્ભાગ્ય-દુર્દશાએ ભટકતો કરી દીધો.   સરજી જહાન આંખથી ઓઝલ રહી ગયો, ઇન્સાનને ખુદાએ ભટકતો કરી દીધો.   ભટકી ગયા છે કંઈક વફાઓ કરી-કરી, મુજને તો બેવફાએ ભટકતો કરી દીધો.   એક તો સુરાને માટે … Continue reading

Posted in ગઝલ | 9 ટિપ્પણીઓ

એ મા હશે (ગઝલ)

જે તને જોઈને ૫ળ૫ળ જીવશે એ મા હશે,                                                     ને તને ૫ળ૫ળ હ્રદયમાં રાખશે એ મા હશે. જે ભીનું ખુદનું બિછાનું રાખશે એ મા હશે, ને સૂકું તારી નીચે જે મૂકશે એ મા હશે. માનથી-સન્માનથી દુનિયા તને બોલાવશે, ૫ણ કહી … Continue reading

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

ન થઈ શકે (ગઝલ)

  સાહસ અગર ન થાય તો સિધ્ધિ ન થઈ શકે, ભગવાનથી ક્રુપા કંઈ અમસ્તી ન થઈ શકે. છે દોસ્તી ને પ્રેમ બધી દિલની બાબતો, લાંબી ટકે નહીં જો એ મરજી ન થઈ શકે. દુખ તો હુકમ ખુદાનો, હવે ભોગવી જ … Continue reading

Posted in ગઝલ | Leave a comment

દીવાન પોતે (ગઝલ)

થઈ જશો એના ઉ૫ર કુરબાન પોતે- જોઈ લેશો ખુદની જો મુસ્કાન પોતે. ચહેરા ૫રનો તલ હશે દરવાન પોતે! ખૂબ રાખે છે તમારું ધ્યાન પોતે. સ્વર્ગમાં ભાગી ગયો ભગવાન પોતે- જ્યાં પ્રભુ બનવા ગયો ઇન્સાન પોતે. તે છતાં નાદાનિયત એણે જ … Continue reading

Posted in ગઝલ | Leave a comment

ખોલવા જેવું (ગઝલ)

જે ગણ્યું એણે ભૂલવા જેવું- એ હતું તો કબૂલવા જેવું! વાત બીજી બધી જ થઈ ગઈ ને- રહી ગયું ખાસ પૂછવા જેવું. ખટખટાવ્યે ન દ્વાર જે ખૂલે- માનજો એ જ ખોલવા જેવું. એણે કુદરત બનાવી આપી છે! શું રહ્યું દોસ્ત્, … Continue reading

Posted in ગઝલ | 3 ટિપ્પણીઓ

આબરૂ (ગઝલ)

છાની રહી શકી ન સિકન્દરની આબરૂ, મુઠ્ઠી ખૂલી કે ગઈ છે બરાબરની આબરૂ. સંભાળજે કે છેક ગહન ઘા સદા રહે, જોજે ન દોસ્ત, જાય આ ખંજરની આબરૂ. ફૂલો વચાળે રહીને સુમન થઈ જવાય છે, ઓછી ન ગણ તું કોઈ મુજાવરની … Continue reading

Posted in ગઝલ | 5 ટિપ્પણીઓ