જોઇએ

My friend Piyush Patel, photo journalist with an English daily at A'bad clicked my good photos and gifted me with love. I am grateful to him.

My friend Piyush Patel, photo journalist with an English daily at A’bad clicked my good photos and gifted me with love. I am grateful to him.

તાજેતરમાં લખેલી એક તદ્દન નવી ગઝલ રજૂ કરું છું.

હૈયે પ્રીતને ધરવી જોઈએ,
અંતરથી વાત કરવી જોઈએ.

પ્રેરણા આપે જીવન જીવવા-
એ ઘટના સંઘરવી જોઈએ.

રામ-રહીમનું ભાન રહે નહિ-
એવી ભક્તિ કરવી જોઈએ.

જ્યારે ફળ આવી્ને બેસે-
ત્યારે ડાળી નમવી જોઈએ.

મારી ‘જલાલ’ છે એક જ ઇચ્છાઃ
તમને ગઝલો ગમવી જોઈએ.

– કવિ પ્રકાશ ‘જલાલ’
અમદાવાદ.
૯૮૭૯૧ ૯૭૬૮૬

Advertisements
Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

જોઈએ

My friend Piyush Patel, photo journalist with an English daily at A'bad clicked my good photos and gifted me with love. I am grateful to him.

My friend Piyush Patel, photo journalist with an English daily at A’bad clicked my good photos and gifted me with love. I am grateful to him.

– કવિ પ્રકાશ ‘જલાલ’ ૯૮૭૯૧ ૯૭૬૮૬ (ગુજરાત, ભારત)

Posted in ગઝલ | Leave a comment

‘ઈરમા ઍજ્યુકેશન’ ગાંધીનગર

Image

 

‘ઈરમા ઍજ્યુકેશન’ ગાંધીનગરના વડા શ્રી પ્રવાકર શાહ પોતાના વિદ્યાર્થીઓ સાથે (ફોટો)

 

‘ઈરમા’ (ગઝલ)

હૈયે તમને ચાંપે ‘ઈરમા’;
માની માફક ચાહે ‘ઈરમા’!

કેવળ વિદ્યાર્થીના હિતને –
સૌથી આગળ રાખે ‘ઈરમા’

આભને આંબતી ફીયે નથી કંઈ,
પરવડતી ફી માગે ‘ઈરમા’

ફિલિપાઈન્સમાં પણ ગુજરાતી –
ભોજન પૂરું પાડે ‘ઈરમા’

હોસ્ટેલમાં પણ ઘરનો માહોલ –
વિદ્યાર્થીને આપે ‘ઈરમા’

એન્રોલમેન્ટ થાયે ના થાયે,
માનો રોલ નિભાવે ‘ઈરમા’

ફિલિપાઈન્સને સમજવા માટે-
વાલીને સેર કરાવે ‘ઈરમા’

અફવાઓથી ભરમાશો નહિ,
રૂબરૂમાં બોલાવે ‘ઈરમા’

પાંચ વરસનો સાથ દઇને –
પળપળ કાળજી રાખે ‘ઈરમા’

‘જલાલ’ શિખવાડીને મુહોબ્બત –
સારા ડોક્ટર આપે ‘ઈરમા’ !

 

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

ગઝલઃ ચૂલો

[‘ચૂલો’ કવિતા મેં વર્ષ ૧૯૮૯ માં લખી હતી. તે ‘ખૅરિયત’ માં રજૂ કરી છે. તેને અહીં વાચકો સમક્ષ રજૂ કરું છું. કવિતા એવી સુંદરી છે જે મોં જોઈને ચાંલ્લો કરી દેતી નથી. એટલે ગમે તેટલી મથામણ છતાં ક્યારેક કવિતા થતી નથી અને ક્યારેક બિલકુલ સરળતાથી કવિતા ઉદ્દભવે છે. ‘મરીઝ’ અને ‘બેફામ’ સાહેબની કવિતાઓ એ સરળતાનું ઉદાહરણ છે.)

– જલાલ મસ્તાન ‘જલાલ’ (૯૮૭૯૧ ૯૭૬૮૬).]

 ચૂલો

અંધારામાં બળતો ચૂલો!

ખૂણામાં ખળભળતો ચૂલો!

જે પણ ઢાળમાં ઢાળો એને,

ફટ્ટ દઈને ઢળતો ચૂલો!

શિયાળામાં ઘરનાં સૌને-

એક સ્થળે સાંકળતો ચૂલો!

ખૂબ ધીમેથી બોલીએ પણ-

તોય બધું સાંભળતો ચૂલો!

મારી માનાં દુઃખ જોઈને-

ધીમાં ડૂસકાં ભરતો ચૂલો!

ગૅસ-સિલિન્ડર આવી જાતાં-

રોજ ખૂણામાં રડતો ચૂલો!

           (વર્ષઃ ૧૯૮૯, ‘ખૅરિયત’ પૃષ્ઠઃ ૦૩)

Posted in ગઝલ | 3 ટિપ્પણીઓ

ગઝલઃ ખબર હતી

ગઝલઃ ખબર હતી

હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી-
એની સુવાસની જ ગઝલ પર અસર હતી!

પટકાઈ હું પડ્યો છું મગર એ પડી નથી;
શ્રદ્ધા અડગ રહી કે જે ઈશ્વર ઉપર હતી!

આવું ન તારી પાસમાં તો ક્યાં જઉં, કહે!
સાકી, સુરા તે રાહમાં ક્યાં દરબદર હતી?

સૌની હતી આ શીખઃ જીવ્યે જા, સુખી થઈશ;
પણ દોસ્ત, મારા ભાગ્યની મુજને ખબર હતી!

જન્નતમાં એ સુખોને લઈ શું કરું, ખુદા?-
જેની જરૂર કેવળ ધરતી ઉપર હતી!

જહેમત ‘જલાલ’ મારા ફકત હાથમાં હતી!
બાકીની વાત મારા મુકદ્દર ઉપર હતી!
   [‘ખૅરિયત’પૃષ્ઠઃ ૧૪૨, વર્ષઃ ૨૦૦૩]

Posted in ગઝલ | Leave a comment

ગઝલઃ થઈ ગયા

ગઝલની કલાનો કોઈ વિકલ્પ નથી. આ એવી કલા છે જેને ગાનાર (ગઝલકાર) વાત દુઃખની કરે છે પણ વાંચનારને આનંદ જ મળે છે. ગુજરાતમાં તો હાલમાં ગઝલ ગાનાર કોઈ છે જ નહીં  પણ એક સમયે બેગમ અખ્તર અને રફી સાહેબ જેવા મહાનતમ કલાકારોએ ગુજરાતી ગઝલને કંઠ આપતા અને ‘મરીઝ’ જેવા શાયરની ગઝલને ચાર ચાંદ લાગી જતા. રફી સાહેબ પછી ગુજરાતી ગઝલ ગાઈ શકે એવું કોઈ ગુજરાતમાં પાક્યું નહીં એ દુખની વાત છે.  અહીં વર્ષ ૧૯૯૨ માં લખેલી અને મારા ગઝલસંગ્રહ ‘ખૅરિયત’ માં પૃષ્ઠઃ ૨૧ ઉપર પ્રગટ થયેલી મારી ગઝલ ‘થઈ ગયા’ રજૂ કરું છું.)

-જલાલ મસ્તાન ‘જલાલ’  ૯૮૭૯૧ ૯૭૬૮૬

ગઝલઃ થઈ ગયા
લ્યો, તમારા હોઠ અક્ષર થઈ ગયા!
પ્રશ્ન મેં પૂછ્યા ને ઉત્તર થઈ ગયા!

સાવ પાસે છે ઊભાં ને દૂર છે;
શબ્દ બે મોંઘા પરસ્પર થઈ ગયા!

એમને માટે કર્યું શું, પૂછ નહિ;
જાત નિચોવીને અત્તર થઈ ગયા!

ને અમારી જિન્દગીનાં પૃષ્ઠ પર-
એ હકીકત એક નક્કર થઈ ગયાં!

યાદમાં હું એમની વહેતો ગયો;
એમના કાગળ સમંદર થઈ ગયા!

ને સમય સાથે પરિવર્તન થયાં;
શ્વાસ પણ અન્તે તો ખંજર થઈ ગયા!
છે ગઝલમાં સૌ સ્મરણ એનું ‘જલાલ’!
એટલે સૌ શેર સુન્દર થઈ ગયા!
[વર્ષઃ ૧૯૯૨]
જલાલ મસ્તાન ‘જલાલ’ ગુજરાતી ગઝલકાર, અમદાવાદ, ગુજરાત.

Posted in ગઝલ | Leave a comment

ગઝલઃ સંભારશે

ગઝલ એટલે જીવનનું દર્દ ઘૂંટવાની એક અનોખી કલા. વેદનાનું આ એવું ગીત છે જેને માણ્યા પછી વેદના નહીં પણ હર્ષ થાય છે. નાદાન લોકો જ ગઝલને નિરાશાવાદ માનીને ગઝલની ઉપેક્ષા કરે છે. નાદાન અને મૂર્ખ માણસો જ ગઝલ જેવી મહાન કલાને જોવાને બદલે ગઝલકારનાં ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાય જોઈને ગઝલકારને દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય છે. 
અહીં વર્ષ ૧૯૯૮ માં લખેલી અને મારા ગઝલસંગ્રહ ‘ખૅરિયત’ માં પૃષ્ઠઃ ૭૨ ઉપર પ્રગટ થયેલી મારી આ સાધારણ ગઝલ રજૂ કરું છું.

-જલાલ મસ્તાન ‘જલાલ’ ગુજરાતી ગઝલકાર, અમદાવાદ, ગુજરાત.   (98791 97686)

 

ગઝલઃ સંભારશે
દુઃશાસનને જઈને કોણ આ સમજાવશે-
કે કૃષ્ણ દ્રૌપદીનાં ચીર ચોક્કસ પૂરશે!

દગો પામ્યા છતાં અંતર મહીં વિશ્વાસ છેઃ
પ્રસારી હાથ ચોક્કસ તું મને બોલાવશે!

દુકાળ આવી પ્રજાનાં હાડકાં ચૂસી જશે;
ને રાજા મહેલના કોઠારને સંતાડશે!

સડક પર જિન્દગી પૂરી કરી છે એટલે-
મરણની બાદ રસ્તાઓ મને સંભારશે!

તમે ક્રૂસે જડાવી જેને વીંધી નાખશો-
એ માણસ પ્રેમના સામ્રાજ્યને ફેલાવશે!

જરૂરત આ ગઝલની ત્યારે સમજાશે ‘જલાલ’-
કે વારંવાર મારી યાદ જ્યારે આવશે!
                                    [વર્ષઃ ૧૯૯૮]

Posted in ગઝલ | Leave a comment