Archive for the 'પ્રક્રુતિકાવ્ય' Category

ચીલો [પ્રક્રુતિકાવ્ય]

J0000008UTC 19, 2008

ખેતર વચ્ચે ફરતો ચીલો,
મારી આંખે ઠરતો ચીલો!
 
ઘાસ મહીં સળવળતો ચીલો,
શ્વાસ મહીં તરવરતો ચીલો.
 
પોતાના મારગથી હઠવા-
કેડીને કરગરતો ચીલો.
 
સૌના પગ હેઠળ કચડાતાં-
રડમસ ચહેરો કરતો ચીલો.
 
સાંજ પડે ને થાક્યો-પાક્યો-
ગામ ભણી ડગ ભરતો ચીલો.
 
ક્યાંક વધારે તરસ્યો થાતાં-
તળાવ બાજુ સરતો ચીલો. 
 
ખેતરથી ઘર ટૂંકું કીધું,
‘જલાલ’ મુજને ગમતો ચીલો.  (૧૯૮૯)
        (‘ખૅરિયત’ પાનઃ ૪)

તડકો (પ્રક્રુતિકાવ્ય)

J0000007UTC 19, 2008

ધીમેથી ડોકાયો તડકો,
ઘર ઉ૫ર ૫થરાયો તડકો.
રસ્તાઓ ૫ર ફંગોળાયો,
કોતરમાં ૫ડઘાયો તડકો.
બંધ નહીં બારીને કરશો,
ક્યાંક હશે સંતાયો તડકો.
પૂર્વ દિશામાં રોજ ઊગીને-
ફાવે ત્યાં ફંટાયો તડકો.
ક્યાંક અરીસે જોવા લાગે-
પોતાનો ૫ડછાયો તડકો.
સાંજ ૫ડ્યે ગોરીનો ઘૂંઘટ-
જોઈને શરમાયો તડકો.
વર્ષોજૂની એક સમસ્યાઃ
‘કેમ નહીં બદલાયો તડકો?’
 
-જલાલ મસ્તાન ‘જલાલ’ (૧૯૯૧) ‘ખૅરિયત’ પાનઃ ૧૧