જલાલ મસ્તાન 'જલાલ'
ગુજરાતી ગઝલ-કવિતાના રસિકોની સેવામાં મારી ઉત્તમ રચનાઓ.

બિચારા થયા નહીં ઃ ગઝલ

[આ ગઝલ રજૂ કરતાં પહેલાં અમદાવાદથી પ્રગટ થતા ગુજરાતી સામયિક 'અખંડ આનંદ' અને તેના કાવ્યવિભાગ  'કાવ્યકુંજ' ના સંપાદક શ્રી હરિકૄષ્ણ પાઠક (ખૂબ જ જાણીતા અને લબ્ધપ્રતિષ્ઠ ગઝલકાર)  નો આભાર માની લઉં છું. 'અખંડ આનંદ' ના મે-૨૦૧૦ ના અંકમાં પાનઃ ૧૦ ઉપર મારી આ ગઝલને પ્રગટ કરવામાં આવી છે.]
 
બિચારા થયા નહીં  :   ગઝલ

ડૂબી રહ્યો’તો ત્યારે કિનારા થયા નહીં;
મિત્રો થયા એ કોઈ સહારા થયા નહીં!

જે ઘા ઝીલીને તૂટવા મંજૂર ના થયા-
એ પથ્થરો કદીય મિનારા થયા નહીં!

મારા રુદનની જાણ જમાનાને થઈ નહીં;
અશ્રુ હતાં કે જેના ફુવારા થયા નહીં!

નિઃસ્વાર્થ પ્રેમની તો અન્ય કેવી ખાતરી;
એના થયા અમે જે અમારા થયા નહીં!

ફૂટપાથ પર પડીને જે તારા ગણ્યા હતા-
એ ભાગ્યના સિતારા અમારા થયા નહીં!

ખોટી દિશાનો દોષ બધો દે નહીં મને;
તારાથી કેમ રમ્ય ઇશારા થયા નહીં?

ઇન્કાર એનો લેખ વિધિનો બની ગયો;
જેના લખ્યામાં કોઈ સુધારા થયા નહીં!

નહોતો કબૂલ પ્રેમ દયાપાત્ર થઈ જઈ!
તેથી અમે ‘જલાલ’ બિચારા થયા નહીં!

(જલાલ મસ્તાન ‘જલાલ’, સાત ઘર પાસે, તારાપુરઃ ૩૮૮૧૮૦, જિ. આણંદ
મો. ૯૮૭૯૧ ૯૭૬૮૬)
['અખંડ આનંદ' 'કાવ્યકુંજ' મે, ૨૦૧૦, પૄષ્ઠઃ ૧૦, સંપાદકઃ શ્રી હરિકૃષ્ણ પાઠક]

3 Responses to “બિચારા થયા નહીં ઃ ગઝલ”

  1. jalal’s best ghazal well done

  2. દગાબાજ માણસનું જગતમાં કોઇ થયું નથી અને થશે પણ નહિં. જે લખો છો તે આપના જીવનમાં ઉતરતું જોવા નથી મળતું. માત્ર છંદોબધ્ધ ગઝલો લખવાથી પ્રતિષ્ઠામાં વધારો નથી થતો. આચરણ પણ મહત્વનો ભાગ ભજવે છે. બેફામ, બરકત વગેરે ચમચાગીરીથી દુર રહેતા. વફા અને આપની જેવા ગદ્દારોનું જગતમાં ક્યાં સ્થાન છે નહિં અને હશે પણ નહિં.

  3. tamamer is u lefyt a cimment


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.