જલાલ મસ્તાન 'જલાલ'
ગુજરાતી ગઝલ-કવિતાના રસિકોની સેવામાં મારી ઉત્તમ રચનાઓ.

ગઝલઃ ચૂલો

['ચૂલો' કવિતા મેં વર્ષ ૧૯૮૯ માં લખી હતી. તે 'ખૅરિયત' માં રજૂ કરી છે. તેને અહીં વાચકો સમક્ષ રજૂ કરું છું. કવિતા એવી સુંદરી છે જે મોં જોઈને ચાંલ્લો કરી દેતી નથી. એટલે ગમે તેટલી મથામણ છતાં ક્યારેક કવિતા થતી નથી અને ક્યારેક બિલકુલ સરળતાથી કવિતા ઉદ્દભવે છે. 'મરીઝ' અને 'બેફામ' સાહેબની કવિતાઓ એ સરળતાનું ઉદાહરણ છે, અને એમના ગયા પછી સ્ટેજ પર ચડી બેઠેલાઓનાં લખાણો 'કવિતા થતી નથી' એ સ્તરમાં આવે છે. 

- જલાલ મસ્તાન 'જલાલ' (૯૮૭૯૧ ૯૭૬૮૬).]

 ચૂલો  

 

અંધારામાં બળતો ચૂલો!

ખૂણામાં ખળભળતો ચૂલો!

 

જે પણ ઢાળમાં ઢાળો એને,

ફટ્ટ દઈને ઢળતો ચૂલો!

 

શિયાળામાં ઘરનાં સૌને-

એક સ્થળે સાંકળતો ચૂલો!

 

ખૂબ ધીમેથી બોલીએ પણ-

તોય બધું સાંભળતો ચૂલો!

 

મારી માનાં દુઃખ જોઈને-

ધીમાં ડૂસકાં ભરતો ચૂલો!

 

ગૅસ-સિલિન્ડર આવી જાતાં-

રોજ ખૂણામાં રડતો ચૂલો!

           (વર્ષઃ ૧૯૮૯, ‘ખૅરિયત’ પૃષ્ઠઃ ૦૩)

No Responses to “ગઝલઃ ચૂલો”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.