જલાલ મસ્તાન 'જલાલ'
ગુજરાતી ગઝલ-કવિતાના રસિકોની સેવામાં મારી ઉત્તમ રચનાઓ.

ગઝલ ઃ એ મા હશે

[જલાલ મસ્તાન 'જલાલ', ગુજરાતી ગઝલકાર.

ગુજરાતીમાં એક રીતે જોઈએ તો ગઝલકારોનો રાફડો ફાટ્યો છે અને એક રીતે જોઈએ તો ગઝલ શોધી નથી જડતી. આવા તબક્કે હું માત્ર ને માત્ર પરંપરાની ગઝલને જ વફાદાર રહીને એ જ લઢણમાં લખતો રહું છું. ટીકા-ટિપ્પણીની તો દરેકને પૂરતી સ્વતંત્રતા છે જ.
અહીં મારી એક એવી ગઝલ રજૂ કરતાં આનંદ અનુભવું છું જેમાં કશું જ નવું નથી; ફકત સીધી ને સરળ રજૂઆત છેઃ 

-જલાલ મસ્તાન ‘જલાલ’  (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ. ૯૮૭૯૧૯૭૬૮૬)

 

ગઝલ ઃ એ મા હશે
જે તને જોઈને પળપળ જીવશે એ મા હશે!
ને તને પળપળ હ્રદયમાં રાખશે એ મા હશે!

જે ભીનું ખુદનું બિછાનું રાખશે એ મા હશે!
ને સૂકું તારી નીચે જે મૂકશે એ મા હશે!

માનથી-સન્માનથી દુનિયા તને બોલાવશે;
પણ કહી ‘બેટા’ તને પોકારશે એ મા હશે!

આટલા અભ્યાસમાં પણ રહી જઈશ નાદાન તું;
સત્ય સઘળા પ્રેમથી સમજાવશે એ મા હશે!

આ જગત પળમાં ભુલાઈ જાય છે અહીંયાં ‘જલાલ’;
યાદ કોઈ તોય હરદમ આવશે એ મા હશે!
                                                (વર્ષઃ ૨૦૦૩)

One Response to “ગઝલ ઃ એ મા હશે”

  1. હા, બીલકુલ તે મા જ છે. અને બાળક તેની મા ને ખરા હ્રદયથી પ્રેમ કરે છે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.