જલાલ મસ્તાન 'જલાલ'
ગુજરાતી ગઝલ-કવિતાના રસિકોની સેવામાં મારી ઉત્તમ રચનાઓ.

ગઝલ ઃ વાગ્યા વગર રહે નહીં

છેલ્લા ઘણા સમયથી નવી ગઝલ મૂકવાનું વિચારતો હતો તેથી

આજે જરાક અનુકૂળતા મળતાં જ આ મારી નવી ગઝલ રજૂ કરું છું. 

                      ગઝલ ઃ વાગ્યા વગર રહે નહીં 

હાથે કરેલું હૈયે વાગ્યા વગર રહે નહીં,

કુદરત બધા હિસાબો માગ્યા વગર રહે નહીં.

 

જાણું   છું કે નહીં દો સંગાથ છેક તોયે-

મારું હ્રદય ભરોસો રાખ્યા વગર રહે નહીં.

 

ક્રૂસે જડાવી દો કે દો ઝેરનો કટોરો-

અલ્લાહનો ફરિશ્તો આવ્યા વગર રહે નહીં.

 

ખાટાં-મીઠાંની ચિંતા મનમાં ભરી પડી છે,

શબરી તો બોર પોતે ચાખ્યા વગર રહે નહીં.

 

કે સત્ય બોલવાની કિંમત અદા કરે છે,

ઈસુના હાથે ખીલા વાગ્યા વગર રહે નહીં.

 

છોને મથી મરે આ દુનિયાના સૌ દુઃશાસન,

અબળાની લાજ ઈશ્વર રાખ્યા વગર રહે નહીં.

 

જેને લીધે કરી છે મેં સાધના ગઝલની,

જોજો ‘જલાલ’ એ ખુદ વાંચ્યા વગર રહે નહીં.

- જલાલ મસ્તાન ‘જલાલ’ (૯૮૭૯૧ ૯૭૬૮૬) 

 

 

No Responses to “ગઝલ ઃ વાગ્યા વગર રહે નહીં”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.