નીકળે [ગઝલ]

શ્વાસ મારા કોઈ ખૂબીથી કળે,

વેદનાના ત્યાં લિસોટા નીકળે.

 

રાખતાં એ કેટલા ચહેરા હશે!

કે બધા ફોટા જ ખોટા નીકળે.

 

કેટલીયે ઝંખના વાવો ભલે,

તોય ડૂંડાં સાવ ખાલી નીકળે.

 

હો ભલે શૂન્યાવકાશ આંખો મહીં

શ્વાસમાં પણ, નામ જૂનું ઊછળે.

 

પ્રેમનીયે જોડણીને જાળવો,

કેટલાયે શબ્દ ખોટા નીકળે.

 

તો ગઝલ મારી બધી સાર્થક ‘જલાલ’,

‘વાહ’ જો એના મુખેથી નીકળે!  (૧૯૯૦)

['ખૅરિયત' પાનઃ ૦૬] – જલાલ મસ્તાન ‘જલાલ’

One Comment

  1. 1

    wow… i like ur words


RSS Feed for this entry

Leave a Comment