ગઝલમાં જે નીકળી હ્રદયની જ વાતો-
હતી એ અસલમાં પ્રલયની જ વાતો.
ગુજરતાં ડરું છું હવે એ સ્થળોથી-
કરી આપણે જ્યાં ઉભયની જ વાતો.
વિરહમાં દશા દુર્દશા થઈ ગઈ છે,
હવે હું કરું છું સમયની જ વાતો.
સુરા ભાન મારું ન છિનવી શકે છે!
પીને પણ કરું છું વિનયની જ વાતો.
હું હાર્યો છું દિલ તે નથી કોઈ જોતું,
બધે થઈ રહી છે વિજયની જ વાતો!
‘જલાલ’ આ ગઝલમાં બીજું તો હતું શું?
કરી છે તમે બસ, પ્રણયની જ વાતો. (૨૦૦૨)
(‘ખૅરિયત’ પાનઃ ૧૧૮)
vaah prabhu vaah
tame to rang rakhyo 6..
keep it up.