નીકળ્યા (ગઝલ)

દોસ્ત-દુશ્મન એ બધાયે એકસરખા નીકળ્યા,

જિન્દગી, તારાં બધાંયે રૂપ વરવાં નીકળ્યાં.

 

જેમને ખાતર મેં મારું  રક્ત પણ પાણી કર્યું-

એ બધા સાથે મળી મુજને કનડવા નીકળ્યા.

 

કે બધાની સાથે-સાથે એય બદલાઈ ગયાં-

પ્રેમમાં જ્યારે અમે દુનિયા બદલવા નીકળ્યા.

 

રોજ પગપાળા હતા પણ આજનો આ વટ તો જો!

દોસ્તોની ખાંધ પર આજે રખડવા નીકળ્યા.

 

પ્રેમની તો દોસ્ત, એ દિવસ ગજબની જીત થઈ-

સૂર જ્યારે પ્રેમના ક્રૂસે લટકવા નીકળ્યા.

 

અન્યને પણ જો ગમે તો એ ખુશી મારી ‘જલાલ’,

     બાકી, મારા શેર તો તમને જ ગમવા નીકળ્યા.    (૧૯૯૮)

                                            (‘ખૅરિયત’ પાનઃ ૭૧)

 

One Comment

  1. 1

    શુ રજુઆત છે….. ક્ય શબ્દો આપુ આને…… જલાલ સાહેબ


RSS Feed for this entry

Leave a Comment