(ગઝલ) ચૂલો

અંધારામાં બળતો ચૂલો,

ખૂણામાં ખળભળતો ચૂલો.

 

જે પણ ઢાળમાં ઢાળો એને-

ફટ્ટ દઈને ઢળતો ચૂલો.

 

શિયાળામાં ઘરનાં સૌને-

એક સ્થળે સાંકળતો ચૂલો.

 

ખૂબ ધીમેથી બોલીએ પણ-

તોય બધું સાંભળતો ચૂલો!

 

મારી માનાં ડૂસકાં જોઈને-

ધીમાં ડૂસકાં ભરતો ચૂલો.

 

ગૅસ-સિલિન્ડર આવી જાતાં-

રોજ ખૂણામાં રડતો ચૂલો! (૧૯૮૯)

 

(‘ખૅરિયત’ પાનઃ૩)

- જલાલ મસ્તાન ‘જલાલ’

 

One Comment

  1. ઘરનાં સૌને-

    એક સ્થળે સાંકળતો ચૂલો…..

    સુંદર ભાવની સુંદર અભિવ્યક્તિ

    આભાર http://www.aasvad.wordpress.com


RSS Feed for this entry

Leave a Comment