ખુરશી છે ને લીલા-લહેર છે….! (હઝલ)

હો પ્રજાસત્તાક કે સ્વાતંત્યદિન, શો ફેર છે?

આપણે તો એય,  ખુરશી છે ને લીલા-લહેર છે….!

લોકસેવા-બોકસેવા કઈ બલાનું નામ છે?

આપણું તો બસ, પૈસા ઝાપટવાનું કામ છે.

કરું નહીં જો હું ભ્રષ્ટાચાર તો ભૂખે મરું!

પામવા સત્તા કીધેલું દેવું શી રીતે ભરું?

રાજકારણને મેં જલસાઓનું મેદાન કરી દીધું,

એશ કરવા આગવું જાણે બંધારણ કરી દીધું.

  ‘જનસત્તા’ દૈનિક, તા. ૧ એપ્રિલ, ૧૯૯૭, પાનઃ ૪.

3 Comments

  1. 1

    bahu sunder che aapani rachana o

  2. 2
    pratik Says:

    mama tamari rachana bahu saras chhe.vanchine anand thayo.have ekvar mara ghare avo,tamaru kam chhe.

  3. 3
    pratik Says:

    mama tamari rachana bahu saras chhe.vanchine anand thayo.have ekvar mara ghare avo,tamaru kam chhe.
    mama ame internet nakhavi didhu chhe. aaje budhvare nakhavyu chhe mate tamane avvanu kahu chhu.


RSS Feed for this entry

Leave a Comment