એક પતિની ગઝલ (હઝલ)

આટલી મોંઘી, અરે, સાડી ન લે,

કોટ ફંફોસી બધું કાઢી ન લે.

 

બિલ ભર્યું છે મેં હવે ચલ ઘર ભણી,

બે વધ્યા છે તેય તું માગી ન લે.

 

કોઈનો લેટર નથી ફાઇલમાં,

તું ગઝલ મારી બધી વાંચી ન લે.

 

રે, બચતનો અર્થ આવો છે નહીં,

શાક તો તાજું જ લે, વાસી ન લે.

 

હદ થઈ રાણી, તમારા શોખની,

આટલું તો કોઈ પણ સાંખી ન લે.

 

સ્વપ્નમાં (પણ) મોંઘી ખરીદી કર નહીં,

સિંગ સસ્તી હોય તો ખારી ન લે.

 

આ ગઝલ નહીં છાપ તોયે ચાલશે,

પણ ચુનંદા શેર તો કાઢી ન લે.

‘પ્રભાત’ દૈનિક, તા. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૯૬, પાનઃ ૪.

Leave a Comment