દુખભરી જિન્દગી ગુજારે છે-
લાગણીથી જેઓ વિચારે છે!
જેને ઠોકર પગોમાં વાગી છે-
એ બધા હાથને પ્રસારે છે.
મુફલિસીનુંય પેટ કેવું છે!
ટંક થઈ જાય ને પધારે છે!
એમ પસ્તાય છે દુખો દઈને-
જાણે મારી ગઝલ મઠારે છે.
દુખની ફરિયાદ હું નથી કરતો,
ફક્ત કહું છું કે એ વધારે છે.
છે દુઆની જ એક આશ ‘જલાલ’
કે દુઆ તો દશા સુધારે છે. (૨૦૦૩)
(‘ખૅરિયત’ પાનઃ ૧૪૫)
સરસ ગઝલ ગમી