બદલાઈ ગઈ છે દોસ્ત, હવે આપણી ડગર,
ક્યાં કોણ જઈને પહોંચશે, અલ્લાહને ખબર.
હોય શરાબ કે પછી હો આપની નજર,
મસ્તક ઉ૫ર રહે છે સદા કેફની અસર.
તારા સદન ભણી જ કદમ કેમ જાય છે?
લાગે છે તારું ઘર છે, હશે એ જ મારું ઘર.
ડામરના માર્ગની નીચે છે બાળપણ દફન,
બનતું રહ્યં છે ગામ વતનનું મહાનગર.
અહીં આવવા મથે છે બધા સ્વર્ગને ત્યજી-
ચાલ્યા ગયા છે લોક જે તમને મળ્યા વગર.
પાંચેક શેરમાં જ ગઝલ પૂર્ણ થાય છે.
કેવી ‘જલાલ’ લાગણી આવે છે માપસર! (૨૦૦૦)
-જલાલ મસ્તાન ‘જલાલ’
‘ખૅરિયત’માં પાનઃ ૯૯
સરસ લખો છો. હ્રદયસ્પર્શી અને મર્મસ્પર્શી.
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું ભાવભીનું સ્વાગત છે. બધી ગઝલો પર નજર નાંખી ગયો. મઝા આવી. બસ આમ જ નવી ગઝલો મુકતાં રહો. શુભેચ્છાઓ.
અહીં આવવા મથે છે બધા સ્વર્ગને ત્યજી-
ચાલ્યા ગયા છે લોક જે તમને મળ્યા વગર.
સરસ