દુઃશાસનને જઈને કોણ આ સમજાવશે-
કે ક્રુષ્ણ દ્રૌપદીનાં ચીર ચોક્કસ પૂરશે.
દગો પામ્યા છતાં અંતર મહીં વિશ્વાસ છેઃ
પ્રસારી હાથ ચોક્કસ તું મને બોલાવશે.
દુકાળ આવી પ્રજાનાં હાડકાં ચૂસી જશે;
ને રાજા મહેલના કોઠારને સંતાડશે.
સડક ૫ર જિન્દગી પૂરી કરી છે એટલે-
મરણની બાદ રસ્તાઓ મને સંભારશે.
તમે ક્રૂસે જડાવી જેને વીંધી નાખશો-
એ માણસ પ્રેમના સામ્રાજ્યને ફેલાવશે.
જરૂરત આ ગઝલની ત્યારે સમજાશે ‘જલાલ’-
કે વારંવાર મારી યાદ જ્યારે આવશે. (૧૯૯૮)
-જલાલ મસ્તાન ‘જલાલ’
(‘ખૅરિયત’માંથી.)