પ્રેમમાં હું એમ પસ્તાયો હતો,
જાણે કોઈ માર્ગ વિસરાયો હતો.
જ્યાં ને ત્યાં જે ખૂબ પછડાયો હતો-
એ જ માણસ ખૂબ વખણાયો હતો.
કોઈ હલ એને હતો નહીં તે છતાં-
પ્રશ્ન મારો ખૂબ ચર્ચાયો હતો.
જે નિહાળીને તમે ભાંગી પડ્યા-
મારાં દુઃખનો માત્ર પડછાયો હતો.
એય પહેલાંનાં સમાં નહોતાં રહ્યાં,
હુંય થોડો કંઈક બદલાયો હતો.
ઘેર જઈને એ રડ્યાં રાતે ‘જલાલ’,
મોડેમોડે શેર સમજાયો હતો. (૨૦૦૧)
-જલાલ મસ્તાન ‘જલાલ’
‘ખૅરિયત’માં પાનઃ ૧૦૨.
thanx a lot Jalal saheb.
tamaro khub khub aabhar.
Mara taraf thi Lakho Abhinandan.
Thanku very much.
bye,……