બધે

તું આ રીતે ન ફર બધે!

મેલી-બૂરી નજર બધે.

 

મેલી-બૂરી નજર બધે,

૫રદા વગર ન ફર બધે.

 

થોડું હસે છે એની ૫ણ્-

જોયા કરું અસર બધે.

 

જો યાદ મારી આવે તો,

રડ ૫ણ પ્રગટ ન કર બધે.

 

તું આ જ રસ્તે થઈ જજે,

અહીંથી જ કર સફર બધે.

 

ક્યારેક તો નજીક બેસ,

દુનિયાથી તું ન ડર બધે.

 

જે છે ગઝલ ‘જલાલ’ની-

  તેને મળો કદર બધે. (૧૯૯૩)

 

જલાલ મસ્તાન ‘જલાલ’ 

‘ખૅરિયત’ પાનઃ ૩૨

 

Leave a Comment