એ જ ફરિયાદ છે નયન સાથે-
કેમ ફાવી ગયું રુદન સાથે?
જે જતનથી સ્વીકાર્યું દિલ મારું-
એ ૫રત ના કર્યું જતન સાથે.
મારાં અરમાન ૫ણ વહી નીકળ્યાં-
મારાં અશ્રુઓના વહન સાથે.
ગામમાં કોઈ ઓળખે ન મને,
જાણે નાતો નથી વતન સાથે.
એક બારી તો સાવ ખુલ્લી છે,
મોત સૌને મળ્યું જીવન સાથે.
આ ગઝલ તો ‘જલાલ’ છે અ૫વાદ,
બાકી, જીવવું ૫ડ્યું દમન સાથે. (૨૦૦૩)
-જલાલ મસ્તાન ‘જલાલ’
‘ખૅરિયત’ પાનઃ ૧૪૯