ન લે! (ગઝલ)

હોઠ વચ્ચે વાતને દાબી ન લે,

શક્ય છે કે હોઠ એ સાંખી ન લે.

 

૫ત્રમાં વર્ષોની ઘૂંટી વેદના,

આ રીતે ઉતાવળે વાંચી ન લે.

 

જોઈતું નહીં આ૫ તોયે ચાલશે,

૫ણ દુઆમાંથી કશું કાઢી ન લે.

 

જીવવા માટે સહારો જોઈએ,

૫ત્ર પાછા- ક્રૂર થઈ- માગી ન લે.

 

હું હજી ઉજ્જડ અને વેરાન છું,

તું નજરને આ રીતે વાળી ન લે.

 

છે ‘જલાલ’ સઘળી ગઝલમાં તું જ તું!

આ ગઝલ અખબારથી ફાડી ન લે.   (૧૯૯૩) 

 

 -જલાલ મસ્તાન ‘જલાલ’.    (‘ખૅરિયત’ પાનઃ ૩૦)

2 Comments

  1. 1
    naraj Says:

    હોઠ વચ્ચે વાતને દાબી ન લે,

    શક્ય છે કે હોઠ એ સાંખી ન લે.

    maja aavi……..

  2. 2
    mama hun pratik Says:

    mama exellent


RSS Feed for this entry

Leave a Comment