ઊડવાની ઘડી (ગઝલ)

સૌની પાસે છે સૌના ચહેરાઓ,

તોય ૫હેરે છે નકલી મહોરાઓ.

 

ચાલવાનું ચરણ તમારે છે!

ચાલવાના નથી જ નકશાઓ.

 

હું જ ૫ડ્તો નથી નજરમાં કદી,

ને તને જોઈ રહી છે દુનિયાઓ.

 

એક અલ્લાહ છેક રહેવાનો,

લોક સરજી શકે છે ફિરકાઓ.

 

જિન્દગીભર ભટકતો રહી જાઉં,

એમ કનડી રહ્યા છે રસ્તાઓ.

 

કોઈ પામો ન આવા દરિયાઓ-

દૂર હડસેલે જ્યાં કિનારાઓ.

 

ઊડ્વાની ઘડી જ ગણવાનાં-

પાંખ ફફડાવનાર બચ્ચાઓ.

 

આ કયામત ‘જલાલ’ લાગે છે!

લોક બગડી ગયા છે સારાઓ.

 

-જલાલ મસ્તાન ‘જલાલ’

(‘ખૅરિયત’ પાનઃ ૧૧૯)

 

 

 

3 Comments

  1. Great. Keep up your new venture
    All the best
    Varghese

  2. 2

    એક અલ્લાહ છેક રહેવાનો,

    લોક સરજી શકે છે ફિરકાઓ.
    vah vah keep it up

  3. 3
    sunil patel Says:

    Wah Wah…
    Lage raho Munnabhai…

    Tame ho jaha kahi pan,
    Hu to ahij rahevano…
    Bhale Rasto hoy,
    ke na chalvano…..


RSS Feed for this entry

Leave a Comment