એક ઇશ્કની દિશાએ ભટકતો કરી દીધો,
દુર્ભાગ્ય-દુર્દશાએ ભટકતો કરી દીધો.
સરજી જહાન આંખથી ઓઝલ રહી ગયો,
ઇન્સાનને ખુદાએ ભટકતો કરી દીધો.
ભટકી ગયા છે કંઈક વફાઓ કરી-કરી,
મુજને તો બેવફાએ ભટકતો કરી દીધો.
એક તો સુરાને માટે ભટકવું ૫ડ્યું હતું,
પીધા ૫છી નશાએ ભટકતો કરી દીધો.
જન્નતમાં ભૂલ-ચૂક થઈ ગઈ હશે કશી,
ધરતી ઉ૫ર સજાએ ભટકતો કરી દીધો.
હસતું વદન નિહાળ્યું અને વાત થઈ ગઈ,
એક મામૂલી ગુનાએ ભટકતો કરી દીધો.
રાહઝન કે રાહબર હું હવે દોષ કોને દઉં?
જે-જે મળ્યા બધાએ ભટકતો કરી દીધો.
એક શેર અહીં ‘જલાલ’ બીજો શેર હોય ત્યાં!
આ કાવ્યની કલાએ ભટકતો કરી દીધો.
(‘ખૅરિયત’ પાનઃ ૧૪૩)
-જલાલ મસ્તાન ‘જલાલ’
પરંપરાની ઉર્દૂપ્રચુર શબ્દ જડિત ગઝલની સુંદર તસ્વીર…
આભાર. મારી ગઝલને ‘સુન્દર’ કહેવા બદલ આભાર.
જલાલ મસ્તાન ‘જલાલ’
૯૮૭૯૧ ૯૭૬૮૬
(ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)
wah Jalan sab …………..exellent…….
aarpar utari gaya…………….tamam sher………
wah !!! wah !!!!
Jalal Mastan ‘ Jalal ‘ Congratulstions
web duniya ma Tamara agman thi gazal no navo surya ugyo che …
khub agal vadho avi j amari prathna…
mane tamari gazal bahu pasand aavii
jalaji tamari gazal diloma gha pahochade che